• Asp.Net
  • MVC
  • C#
  • SQL Server
  • JavaScript
  • Learn from Life

Prakash Rathod

~ Passion is not a logic; it's an emotion.

Prakash Rathod

Daily Archives: February 25, 2017

નિર્માની પુરુષ

25 Saturday Feb 2017

Posted by Prakash in Life - Spiritual - Reality

≈ Leave a comment

જુન ૨૦૧૬, એક અઠવાડિયા પેહલા જ નક્કી થઇ ગયું હતું કે અમે પાંચ મિત્રો પૂજ્ય મહંત સ્વામી ને મળવા તીથલ જઈશું. પ્લાન પ્રમાણે જ મેં શુક્રવારે અડધી રાજા લઇ ને એક્ષપ્રેસ હાઈવે પહોચી ગયો. પણ દક્ષેશ મને લેવા અમદાવાદ ના આવી શક્યો એટલે હું બસ માં ઘરે, આણંદ પહોચી ગયો. પછી ૮.૩૦ વાગે અમે પાંચ મિત્રો તીથલ જવા નીકળ્યા. રાતે ૨.૦૦ વાગે અમે મંદિર પહોચ્યા ને એક સ્વામી સાથે વાત કરી તો ખબર પડી કે પૂજાય મહંત સ્વામી તો સેલવાસ છે. સ્વામી એ કીધું અત્યારે રાતે ના જવાય રાત અહિયાં આરામ કરો ને સવાર માં વેહલા નીકળી જજો એટલે મળી લેવાશે. અમે રાત તીથલ રોકાયા સવાર માં ભગવાન ના દર્શન અને દરિયા ના દર્શન કરી ૮.૩૦ વાગ્યા ની આજુબાજુ સેલવાસ જવા નીકળ્યા. ૧૧.૦૦ વાગે મુલાકાત નો સમય હતો. ઠાકોરજી ના દર્શન કરીને અમે સ્વામી ની રૂમ આગળ જઈને બેસી ગયા ને બધા મિત્રો વાત કરવા લાગ્યા. ૧૧.૩૦ વાગે સ્વામી થી મુલાકાત થઇ આશીર્વાદ લીધા ને બધા બહાર આવી ગયા પણ અમે સ્વામી સાથે વાત કરી ને એટલા ખુશ હતા કે સ્વામી સાથે ગ્રુપ ફોટો પડવાનો રહી ગયો. એટલે અમે સેવક સંત ને વાત કરી, સ્વામીના જમવાનો સમય થઇ ગયો હતો છતાં સ્વામી એ કીધું છોકરાઓ ને આવદો.

અમે બધા મિત્રો રૂમમાં ગયા. સ્વામી બેઠા હતા અમે પાછા વાતો કરવા લાગ્યા સ્વામી અમને શાંતિથી સંભાળતા. પછી અમે કીધું સ્વામી અમારે ગ્રુપ ફોટો પડાવો છે. સ્વામી તરત ઉભા થઈ ગયા ફોટો પડવા માટે અને અમને ખબર ના રહી કેમ કે અમે ફોટો પાડે એવા ભાઈ ની શોધમાં હતા ને વાતો કરતા હતા. એટલી વાર માં તો સ્વામી ની આગળ જ ટીપોઈ પડી હતી એ સ્વામી ખાસડવા લાગ્યા કેમ કે જયારે ફોટો પાડવા અમે પાંચ મિત્રો ઉભા રેહતા તો ટીપોઈ ના લીધે ઉભા ના રહી સકતા ને અમારે ખસેડવી જ્ પડતી. અમારે ખસેડવી ના પડે એટલે સ્વામી જાતે જ ખસડવા લાગ્યા. આટલા મોટા પુરષ, જેની નીચે હજારો સંત્તો ને અનુયાયો છે. જેમાં થી તો કેટલાય લોકો I.A.S, નેતા અને બીજી કેટલી ઉંચી પદવી પર હશે જે બધા સ્વામી નો પડ્યો બોલ જીલી લે છે ને એ જ સ્વામી અમારા જેમને જીવન માં કોઈ મોટું કામ નથી કર્યું, કોઈ આવી મોટી પદવી નથી મેળવી તો પણ આટલું ધ્યાન રાખી હસતા મોડે બધી ઈચ્છા પૂરી કરે. આવું કોણ કરી શકે? કેટલાય લોક ને ફરિયાદ હોય છે સ્વામી મારી સામે તો જોતા જ નથી. પણ હું મારા અનુભવ પર થી કહું સ્વામી સામે જોવે જ છે બસ એ નજર અંતર ની હોય છે. આવા નિર્માની પુરષ ને સાધુ આપડા ગુરુ છે, આપડા કેટલાય સારા કર્મોનું ફળ હશે. એટલે હું બધા સત્સંગી ને એક જ પ્રાથના કરું ક્યારે અહંમ ને આપડો શિકાર કરવા ના દો. ભગવાન સ્વામીનારાયણ ના ચરણો માં પણ એ જ પ્રાથના અહંમ, માયા થાકી રક્ષા કરો ધર્મ, જ્ઞાન, મોક્ષ અને અર્થ સિદ્ધી આપો. એ મેળવા માં આવતી દરેક પ્રકાર ની તકલીફ થી લડવા માં બુધિ અને બળ આપો. જય સ્વામીનારાયણ!!

Recent Posts

  • Put/Delete http verb not working server
  • Honesty and humanity is not only demesne of people who has status in society
  • રક્ષા બંધન
  • Dynamically add rows and html controls in table using jQuery
  • FirstOrDefaultAsync(), SingleOrDefaultAsync etc extension methods are not showing.

Categories

  • Android
  • Asp.Net
  • BANKING
  • c#.net
  • Crystal Report
  • HTML5 CSS3
  • iPhone
  • JavaScript
  • Life – Spiritual – Reality
  • Lightswitch
  • Links
  • MAC
  • MVC
  • Netoworking
  • Silverlight
  • SQL Server
  • Uncategorized
  • Version Controls
  • Windows Store

Archives

  • October 2017
  • August 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • December 2016
  • April 2016
  • January 2016
  • November 2015
  • January 2015
  • December 2014
  • October 2014
  • September 2014
  • June 2014
  • April 2014
  • March 2014
  • February 2014
  • December 2013
  • November 2013
  • October 2013
  • September 2013
  • July 2013
  • April 2013
  • March 2013
  • February 2013
  • January 2013
  • December 2012
  • November 2012
  • October 2012
  • September 2012
  • July 2012
  • May 2012
  • April 2012
  • March 2012
  • February 2012
  • January 2012
  • December 2011
  • November 2011
  • October 2011
  • September 2011
  • August 2011
  • July 2011
  • May 2011
  • April 2011
  • March 2011
  • February 2011
  • October 2010
  • September 2010
  • August 2010
  • July 2010
  • June 2010
  • May 2010
  • April 2010
  • March 2010
  • February 2010
  • January 2010
  • December 2009
  • November 2009
  • September 2009
  • August 2009
  • July 2009
  • June 2009
  • May 2009
  • April 2009

© 2018 Prakash Rathod